ક્યાં મળે ફ્રેન્ડસ મા આટલો પ્યાર,
કઇંક થાય ને મળવા આવે દોસ્ત હજાર,
ક્યાં એવી રીક્ષા અને ક્યાં એવા રસ્તા,
ત્યાની રેસ્ટોરન્ટ મોઘીં ને ત્યાના પાન સસ્તા,
અમદાવાદ મા જાત જાત ના લોકો વસતા,
ફ્રેન્ડસ જોડે ટાઇમ નીકળે હસતા હસતા.
ક્યાં એવો વરસાદ, ક્યાં એવી ગરમી,
કોને યાદ નથી મમ્મી ના ખોળા ની નરમી.
ક્યાં મળે છોકરીઓ આટલી હસતી શરમાતી,
ક્યાં મળે કોઇ સુરવાલ સાડીમા દિલ ધડકાવતી,
ક્યાં મળે કોઇને દુકાન આટલી સસ્તી,
ક્યાં મળે દુકાનદારોની આવી ઘરાક ભક્તી,
ક્યાં મળે કોઇને જીવન મા આટલી મસ્તી,
સૌથી બેસ્ટ આપડી અમદાવાદની વસ્તી.. ક્યાં એવી ઉત્તરાયણ, ક્યા એવી હોળી,
તહેવારો મા ભેગી થાય આખી ફ્રેન્ડસની ટોળી,
ક્યાં એવી નવરત્રિ, ક્યાં એવી દિવાળી,
ક્યાં એવા ડાન્ડીયા, ક્યાં એવા ધમાકા.
ક્યા મળે C. G. Roadની રંગીલી સાંજ,
ક્યા મળે લો-ગાર્ડનની ચટાકેદાર રાત ,
ક્યા મળે એ ક્લબોની મજા, ક્યા મળે એ મોડી રાતોની રજા,
ક્યા મળે હોનેસ્ટ જેવુ પાવ-ભાજી, ક્યા મળે પ્રભુ જેવુ પાન,
ક્યા મળે ફ્રિજલેન્ડ જેવી કોફી, ક્યા મળે ટેન જેવી નાન.
અમદાવાદ નો રંગ નીરાળો, અમદાવાદ નો ઢંગ નીરાળો,
હોય એમા ભલે કોઇ ખરાબી, તો પણ ગર્વથી કહો હુ છું Amdavadi