છે સૌથી સારુ ભાઈબંધ માટે,
રહો ભાઈબંધ કાયમ માટે….
કેમ કે… ભાઈબંધ એ બીજો ‘તુ’ં છે!

—————-

ઘણા હાથ એક જ થાળીમાં,
ને બધા બેસે એક જ પાટલીમાં,
જન્મદીને ઘણી શુભકામનાઓ,
એક ઝઘડામા ઘણા આંસુ,
એટલે જ દોસ્તી છે જીવનનું સૌથી સારું પાસું!

—————–

દૂરથી પણ વેદના જાણે એ દોસ્ત,
ગમ હટાવી મુસ્કાન લાવે એ દોસ્ત,
જીંદગી તો મરતાં જ સાથ છોડી દે,
પણ જીંદગીથી વધુ સાથ નિભાવે એ દોસ્ત!

————
કંઈક અલગ તમારી એ રીત મને ગમે છે,
તમે કરો છો એ તરકીબ મને ગમે છે,
મિત્રો તો છે કેટલાય પણ,
તમે નિભાવો છો એ દોસ્તીની રીત મને ગમે છે!

———

દોસ્ત થઈને પણ તમે દૂર ભાગો છો,અરે! અમને કેવું લાગશે એવું ક્યાં વિચારો છો?
ખાસ મિત્રો બધા જ જાય છે દૂર અમારાથી,જુના ભુલવા ને નવા બનાવવા એ સેહલી વાત નથી.
દૂર જઈને પણ નજીક રહેજો,અમને યાદ રાખજો ને ખુદ યાદ રે’જો.
જો દોસ્તી પાક્કી હશે તો રે’શે કાયમ,અને નહી થાય દૂર રહ્યાનો ગમ.

————–

દોસ્તી એ દુનિયાની એવી ખુશી છે કે જેની જરૂરિયાત સૌ કોઇને હોય છે.મિત્ર વિનાનું જીવન કદાચ અધૂરૂં લાગશે!
સારો દોસ્ત હોય તો હૈયું ભર્યું ભર્યું લાગે છે,અને દરેક દિવસ મિત્ર સાથે એક મહોત્સવ લાગે છે!
દોસ્તીમાં પ્રેમ,આનંદ,મસ્તી ને મોજ હોય…કારણકે એમાં બે હૈયાનો મેળાપ ને મીઠો સંબંધ હોય!

For more visit http://wegujarati.blogspot.com